ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for June, 2006

સચ્ચિદાનંદ સ્વામી

Posted by સુરેશ on June 6, 2006

 નામ              નાનાલાલ  ત્રિવેદી

જન્મ તારીખ    22 એપ્રીલ 1932

જન્મ સ્થળ       મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન મુજપુર

માતા             વહાલીબેન

પિતા             મોતીલાલ  

ભાઇ              ડાહ્યાલાલ, ચિમનલાલ  

ગૃહત્યાગ         1953  

અભ્યાસ          1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે

જીવન ઝરમર    1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ ; 1954- બ્રહ્નચર્ય દીક્ષા; 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા; 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના; 1973- સૂઇ ગામ બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય; 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના; 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર

વિદેશપ્રવાસ    1970- પૂર્વ આફ્રિકા; 1976-યુગાન્ડા   મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.1994- દક્ષિણ અમેરિકા વિ, , 1996- ઇજિપ્ત, ઇઝરાયેલ, 1997- પ્રેસ્ટન (યુરોપ),  સ્વીડન. નોર્વે , ડેન્માર્ક, 2000- ચીન, 2004- ઓસ્ટ્ર્લિયા વિ. મુખ્ય પ્રદાન     ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા

રચનાઓ   ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો

મુખ્ય રચનાઓ   જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર, પ્રવાસ વર્ણન -  વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી   

સન્માન     1985 શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક ; 1986 કાકા કાલેલકર પારિતોષિક; 1988- દધિચિ એવોર્ડ ;  1988- આનર્ત એવોર્ડ મહેસાણા; 1988- ગોંધિયા એવોર્ડ- રાજકોટ; 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ; 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ    

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in જીવન પ્રેરક સાહિત્ય, ધાર્મિક, પ્રકીર્ણ, પ્રવાસ-વર્ણન | Leave a Comment »

ગોવર્ધનરામ ત્રિપાઠી

Posted by સુરેશ on June 5, 2006

goverdhantripathi.jpg"અવનિ પરથી નભ  ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ    20 ઓક્ટોબર 1855

જન્મ સ્થળ       નડીયાદ

અવસાન          મુંબાઇ 4 જાન્યુઆરી 1907

માતા             શિવકાશીબેન

પિતા             માધવરામ

બહેન             સમર્થલક્ષ્મી

લગ્ન             1) હરિલક્ષ્મી-1866  

                         2) લલિતાગૌરી      1876

બાળકો          પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ

અભ્યાસ         મેટ્રિક 1871 ; બી.એ.- 1875 ;          એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ

વ્યવસાય        1876- 1883- ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી1887- વકીલાત

જીવન ઝરમર   1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

ચનાઓ         સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા,     સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા  વિ. 

સાભાર            ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »

ઝવેરચંદ મેઘાણી

Posted by સુરેશ on June 5, 2006

zaverchandmeghani.jpg" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "   

જન્મ તારીખ    28 ઓગસ્ટ 1896

જન્મ સ્થળ       ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)

અવસાન         9 માર્ચ 1947

માતા             ધોળીમા

પિતા             કાળીદાસ

ભાઇ              લાલચંદ, પ્રભાશંકર

લગ્ન              1) દમયન્તી 1922 2) ચિત્રાદેવી 1934

બાળકો           પુત્રી  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક

અભ્યાસ         મેટ્રિક 1912 ; બી.એ.- 1917 શામળદાસ કોલેજ, ભાવનગર

વ્યવસાય       1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી    

જીવન ઝરમર   1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ સિંધુડો માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં છેલ્લી પ્રાર્થના કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં કોઇનો લાડકવાયો કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ

રચનાઓ        કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 13;લોકસાહિત્ય વિવેચન/ સંશોધન 9; સાહિત્ય વિવેચન 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ 6

મુખ્ય રચનાઓ  તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો

સન્માન         1929 રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 મહીડા પારિતોષિક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »