ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

કનૈયાલાલ મુન્શી

Posted by સુરેશ on June 5, 2006

Kanayyalal Munshi.jpg"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."

જન્મ તારીખ    30 ડિસેમ્બર 1887

જન્મ સ્થળ       ભરુચ

અવસાન         8 ફેબ્રુઆરી 1971

માતા             તાપીબા

પિતા             માણેકલાલ

બહેનો            છ બહેનો

લગ્ન             1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926

બાળકો          

અભ્યાસ         મેટ્રિક 1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. 1910 ,મુંબાઇ

વ્યવસાય       1913 મુંબાઇમાં વકીલાત 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક  

જીવન ઝરમર  1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 ભાર્ગવ માસિકની સ્થાપના; 1915-20 હોમરુલ લીગ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું; 1922- ગુજરાત માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત   

રચનાઓ     નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  

મુખ્ય રચનાઓ     નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.  નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,

સન્માન        દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી  

સાભાર        ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>