ગોવર્ધનરામ ત્રિપાઠી
Posted by સુરેશ on June 5, 2006
"અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ 20 ઓક્ટોબર 1855
જન્મ સ્થળ નડીયાદ
અવસાન મુંબાઇ – 4 જાન્યુઆરી 1907
માતા શિવકાશીબેન
પિતા માધવરામ
બહેન સમર્થલક્ષ્મી
લગ્ન 1) હરિલક્ષ્મી-1866
2) લલિતાગૌરી 1876
બાળકો પુત્રી – લીલાવતી , જશવંતી; પુત્ર – રમણીયરામ
અભ્યાસ મેટ્રિક –1871 ; બી.એ.- 1875 ; એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય 1876- 1883- ભાવનગરના દીવાન શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી, 1887- વકીલાત
જીવન ઝરમર 1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ –1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
રચનાઓ સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા, સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા વિ.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના