નામ નાનાલાલ ત્રિવેદી
જન્મ તારીખ 22 એપ્રીલ 1932
જન્મ સ્થળ મોટી ચંદૂર, (પાટણ જિલ્લો) વતન – મુજપુર
માતા વહાલીબેન
પિતા મોતીલાલ
ભાઇ ડાહ્યાલાલ, ચિમનલાલ
ગૃહત્યાગ 1953
અભ્યાસ 1966- ભારતીય દર્શનશાસ્ત્રમાં બનારસમાં વેદાન્તાચાર્યની પદવી- સુવર્ણચન્દ્રક સાથે
જીવન ઝરમર 1953- ગૃહત્યાગ અને ભારત-ભ્રમણ ; 1954- બ્રહ્નચર્ય દીક્ષા; 1956- મુક્તાનન્દ સ્વામી પાસે ફિરોઝપુર-પંજાબમાં સન્યાસ દીક્ષા; 1968- સમ્પૂર્ણ ભારતયાત્રા; દંતાલી- પેટલાદમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના; 1973- સૂઇ ગામ – બનાસકાંઠામાં દુષ્કાળ રાહત કાર્ય; 1973- સૂઇ ગામમાં મા. શાળા અને છાત્રાલયની સ્થાપના; 2001- કચ્છ ભૂક્મ્પમાં રાપરમાં રાહત કેન્દ્ર
વિદેશપ્રવાસ 1970- પૂર્વ આફ્રિકા; 1976-યુગાન્ડા મોરેશિયસ, ટાન્ઝાનિયા, કોન્ગો, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હોલેન્ડ, સ્વિટઝરલેંડ, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન, ગ્રીસ, ઓસ્ટ્રિયા, અમેરિકા, કેનેડા,હવાઇ, મેક્ષિકો, જાપાન, કોરિયા, હોન્ગકોન્ગ, થાઇલેન્ડ, નેપાળ.ચીન, રશિયા, વિ.1994- દક્ષિણ અમેરિકા વિ, , 1996- ઇજિપ્ત, ઇઝરાયેલ, 1997- પ્રેસ્ટન (યુરોપ), સ્વીડન. નોર્વે , ડેન્માર્ક, 2000- ચીન, 2004- ઓસ્ટ્ર્લિયા વિ. મુખ્ય પ્રદાન ક્રાન્તિકારી વિચારો અને અધ્યાત્મંની સાચી સમજ આપી સમાજ સુધારણા
રચનાઓ ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતા 50 પુસ્તકો
મુખ્ય રચનાઓ જીવન દર્શન – મારા અનુભવો, નવા વિચારો, નવી દિશા, હવે તો જાગીએ, ઉપસંહાર, પ્રવાસ વર્ણન - વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો, , પૃથ્વી- પ્રદક્ષિણા, યુરોપની અટારીએથી
સન્માન 1985 – શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક ; 1986 – કાકા કાલેલકર પારિતોષિક; 1988- દધિચિ એવોર્ડ ; 1988- આનર્ત એવોર્ડ – મહેસાણા; 1988- ગોંધિયા એવોર્ડ- રાજકોટ; 1994- દિવાળીબેન મહેતા એવૉર્ડ; 1994- દૈનિક પત્રકાર સંઘ દ્વારા એવોર્ડ
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના