Posted by સુરેશ on June 5, 2006
"અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ 20 ઓક્ટોબર 1855
જન્મ સ્થળ નડીયાદ
અવસાન મુંબાઇ – 4 જાન્યુઆરી 1907
માતા શિવકાશીબેન
પિતા માધવરામ
બહેન સમર્થલક્ષ્મી
લગ્ન 1) હરિલક્ષ્મી-1866
2) લલિતાગૌરી 1876
બાળકો પુત્રી – લીલાવતી , જશવંતી; પુત્ર – રમણીયરામ
અભ્યાસ મેટ્રિક –1871 ; બી.એ.- 1875 ; એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય 1876- 1883- ભાવનગરના દીવાન શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી, 1887- વકીલાત
જીવન ઝરમર 1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ –1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
રચનાઓ સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા, સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા વિ.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »
Posted by સુરેશ on June 5, 2006
" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »
Posted by સુરેશ on June 5, 2006
"કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ."
જન્મ તારીખ 30 ડિસેમ્બર – 1887
જન્મ સ્થળ ભરુચ
અવસાન 8 ફેબ્રુઆરી – 1971
માતા તાપીબા
પિતા માણેકલાલ
બહેનો છ બહેનો
લગ્ન 1) અતિલક્ષ્મી- 1900 2) લીલાવતી- 1926
બાળકો
અભ્યાસ મેટ્રિક –1901 ; બી.એ.- 1907, વડોદરા; એલ.એલ.બી. – 1910 ,મુંબાઇ
વ્યવસાય 1913 મુંબાઇમાં વકીલાત 1945 – મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક
જીવન ઝરમર 1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના; 1912 – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના; 1915-20’ હોમરુલ લીગ’ ના મંત્રી; 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું; 1922- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા; 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ; 1930-32 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ ;1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર; 1937-39 – મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન; 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના; 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ; 1942-1946- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ; 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિ ન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ; 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર; 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા; 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય; 1952-57 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ; 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ; 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ ; 1959- ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ; 1960- રાજકારણમાંથી નિવૃત્ત
રચનાઓ નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2
મુખ્ય રચનાઓ નવલકથા – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ. નાટક- કાકાની શશી- વિ. આત્મકથા- અડધે રસ્તે,
સન્માન દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Posted in આત્મકથા, નવલકથા, નાટક | Leave a Comment »