ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘નિબંધ’ Category

નર્મદ

Posted by સુરેશ on June 5, 2006

narmad_2.GIF"યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે."

નામ              નર્મદાશંકર દવે

જન્મતારીખ     24 ઓગષ્ટ 1833

જન્મસ્થળ       સુરત

મૃત્યુ              25 ફેબ્રુઆરી 1886

મૃત્યુ સ્થળ       મુંબાઇ

માતા             

પિતા             લાલશંકર

અભ્યાસ         સુરત અને મુંબાઇ – 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.    

વ્યવસાય        1858 સુધી શિક્ષણ 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું.

કૃતિઓ            નર્મગદ્ય, નર્મકવિતા, નર્મકથાકોશ, મારી હકીકત 

જીવન             1850- શિક્ષણ વ્યવસાય, 1858 – પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ, 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું. ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર, નવી શૈલીના કવિ . સમાજ સુધારક .' જય જય ગરવી ગુજરાત' ના  કવિ. સંધિવા થી મૃત્યુ.   

સાભાર           ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; 'નર્મદ' – વેબસાઇટ

વેબસાઇટ        http://narmad.com/narmadthepersonmain.html

Posted in આત્મકથા, કવિતા, નિબંધ | 1 Comment »

ફાધર વાલેસ

Posted by સુરેશ on June 5, 2006

Father_Wallace_2.GIF"માનવીને એ ન શોભે. યુવાનને એ ન પાલવે."

નામ             કાર્લોસ વાલેસ

જન્મતારીખ     4 નવેમ્બર 1925

જન્મસ્થળ       સ્પેન

માતા             મારીઆ

પિતા             જોસે

અભ્યાસ          M.A.(Maths)-મદ્રાસ,ગુજરાતી     વિદ્યાનગરમાં   

વ્યવસાય        સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગણિતના પ્રાધ્યાપક

પ્રથમ કૃતિ       'સદાચાર'

રચનાઓ         +70 પુસ્તકો અંગ્રેજીમાં, +25 પુસ્તકો ગુજરાતીમાં

જીવન             10 વર્ષની વયે પિતાનું અવસાન, સ્પેનીશ આંતરવિગ્રહને કારણે ઘર વિ. છૂટી ગયું. ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા. 15 વર્ષની વયે દીક્ષા લીધી. 1949 માં ભારતમાં આગમન. 1973 થી અમદાવાદની પોળોમાં વિહારયાત્રા આરંભી. અને પરિવારો સાથે રહીને 'રખડતા મહેમાન' તરીકે રહ્યા. 1999 થી સ્પેનીશ- અંગ્રેજી ભાષામાં વેબસાઇટ શરુ કરી.

સાભાર      ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના

વેબસાઇટ    http://www.carlosvalles.com/ningles/ibiogra.htm

Posted in નિબંધ | Leave a Comment »