ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

Archive for the ‘બાળ-સાહિત્ય’ Category

ધૂમકેતુ

Posted by સુરેશ on June 5, 2006

Dhumketu.GIF“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. – પોસ્ટ ઓફિસ

નામ                  ગૌરીશંકર જોશી

જન્મ તારીખ    12 ડીસેમ્બર 1892

જન્મ સ્થળ       વીરપુર જલારામ

અવસાન          11 માર્ચ 1965, અમદાવાદ

માતા                 ગંગામા

પિતા                  ગોવર્ધનરામ  

ભાઇ                   રામજીભાઇ, અંબાશંકરભાઇ

લગ્ન                   કાશીબેન 1910

બાળકો                પુત્રી  ઉષા  પુત્ર દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ   

અભ્યાસ             મેટ્રિક 1917- પોરબંદર ; બી.એ.- 1920 બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ

 વ્યવસાય          1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;

જીવન ઝરમર   1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના  પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.

રચનાઓ       ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

મુખ્ય રચનાઓ      નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન સાહિત્ય વિચારણા; જીવન વિકાસ જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય ઇતિહાસંની તેજમૂર્તિઓ     

સન્માન        1935 રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 નર્મદ સુવર્ણચંદ્રક

સાભાર          ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના    

Posted in આત્મકથા, જીવન પ્રેરક સાહિત્ય, નવલકથા, નવલિકા, નાટક, બાળ-સાહિત્ય, વિવેચન | Leave a Comment »