Posted by સુરેશ on June 5, 2006
"અવનિ પરથી નભ ચઢ્યું વારિ, પડે જ પાછું ત્યાં ને ત્યાં" જન્મ તારીખ 20 ઓક્ટોબર 1855
જન્મ સ્થળ નડીયાદ
અવસાન મુંબાઇ – 4 જાન્યુઆરી 1907
માતા શિવકાશીબેન
પિતા માધવરામ
બહેન સમર્થલક્ષ્મી
લગ્ન 1) હરિલક્ષ્મી-1866
2) લલિતાગૌરી 1876
બાળકો પુત્રી – લીલાવતી , જશવંતી; પુત્ર – રમણીયરામ
અભ્યાસ મેટ્રિક –1871 ; બી.એ.- 1875 ; એલ.એલ.બી.- 1883 - એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય 1876- 1883- ભાવનગરના દીવાન શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી, 1887- વકીલાત
જીવન ઝરમર 1874 માં પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢી ડૂબ્યા બાદ અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ. જીવનના ત્રણ સંકલ્પ –1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી. 1902- અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં ભાગ 1905- પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
રચનાઓ સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4- નવલકથા, સ્નેહમુદ્રા- કાવ્યસંગ્રહ ,લીલાવતી જીવનકલા વિ.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન-અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, વિવેચન | Leave a Comment »
Posted by સુરેશ on June 5, 2006
" રાજ ! મને લાગ્યો કસુંબીનો રંગ "
જન્મ તારીખ 28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન 9 માર્ચ 1947
માતા ધોળીમા
પિતા કાળીદાસ
ભાઇ લાલચંદ, પ્રભાશંકર
લગ્ન 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો પુત્રી – ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્ર–મહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય 1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી
જીવન ઝરમર 1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહ ‘ સિંધુડો’ માટે બે વર્ષ કારાવાસ; અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ કાવ્ય ગાયું; સાબરમતી જેલમાં ‘કોઇનો લાડકવાયો’ કાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘ છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941- શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
રચનાઓ કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ –13;લોકસાહિત્ય – વિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13; ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ; સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન 1929 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946 – મહીડા પારિતોષિક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Posted in કવિતા, નવલકથા, નવલિકા, લોક સાહિત્ય, વિવેચન | 1 Comment »
Posted by સુરેશ on June 5, 2006
“મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” – પોસ્ટ ઓફિસ
નામ ગૌરીશંકર જોશી
જન્મ તારીખ 12 ડીસેમ્બર 1892
જન્મ સ્થળ વીરપુર – જલારામ
અવસાન 11 માર્ચ – 1965, અમદાવાદ
માતા ગંગામા
પિતા ગોવર્ધનરામ
ભાઇ રામજીભાઇ, અંબાશંકરભાઇ
લગ્ન કાશીબેન 1910
બાળકો પુત્રી – ઉષા પુત્ર –દક્ષિણકુમાર, અશ્વિનકુમાર, ઘનશ્યામ
અભ્યાસ મેટ્રિક –1917- પોરબંદર ; બી.એ.- 1920 – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ
વ્યવસાય 1907- મોટી કુંકાવાવ માં માસિક 3/- રૂ. ના પગારથી સ્કૂલમાં 1920- ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં; 1920-21- સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં; 1923- અમદાવાદમાં શેથ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં; 1925- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમાં;
જીવન ઝરમર 1926- કલકત્તામાં કોમી હુલ્લડ માં મોટી ઘાતમાંથી બચ્યા; 1934- અમદાવાદમાં બંધાતા મકાનની આડશ તૂટતાં ઘાતમાંથી બચ્યા; 1944- ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ; 1949- અમદાવાદમાં સેંટ્રલ બેંક લૂંટ-કેસમાં ગોળીબારમાં બચી ગયા; 1953- દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડકાસ્ટીંગ કર્યું.
રચનાઓ ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2
મુખ્ય રચનાઓ નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક, સામાજિક નવલકથા- પૃથ્વીશ, આત્મકથા- જીવનપંથ, નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11; વિવેચન – સાહિત્ય વિચારણા; જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન; બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર); 1953 – નર્મદ સુવર્ણચંદ્રક
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
Posted in આત્મકથા, જીવન પ્રેરક સાહિત્ય, નવલકથા, નવલિકા, નાટક, બાળ-સાહિત્ય, વિવેચન | Leave a Comment »